શ્રી રામકૃપા ઉ.બુ.આશ્રમશાળા,ગરબાડા,દાહોદ
 

Shri Ramkrupa U.B.Aashram Shala | Rules

નીતિનિયમો

શાળામાં પ્રવેશ માટેની પ્રક્રિયાની માહિતી

શાળાનું શૈક્ષણિક વર્ષ જૂન માસમાં શરૂ થાય છે. અને બે સત્રનું હોય છે. પહેલું સત્ર જુનથી દિવાળી વેકેશન સુધી અને બીજુ સત્ર ઓકટોબર-નવેમ્બરથી મે સુધીનું હોય છે. શાળામાં પ્રવેશ માટેનું ફોર્મ વાલીઓએ મેળવી ભરી શાળામાં રજૂ કરવાનું હોય છે. આશ્રમશાળા આદિવાસી વિસ્તારમાં આવેલી હોવાથી બાળકો અનુસૂચિત જનજાતિના આવતા હોય છે. પ્રવેશ માટે બાળકોની ટકાવારી ધ્યાનમાં રાખવામાં આવતી નથી.

શાળામાં પ્રવેશ માટે પ્રવેશફોર્મની સાથે શાળા છોડયાનું પ્રમાણપત્ર, બે ફોટોગ્રાફ, ધો.7 માં ઉર્તિણ થયાનું ગુણપત્રક (માર્કશીટ) અસલ રજૂ કરવાનું રહે છે.

ગુજરાતની બહારના વિદ્યાર્થીઓના એડમિશન માટે શાળા છોડયાના પ્રમાણપત્ર પર જિલ્લા શિક્ષણાધિકારીશ્રીના હસ્તાક્ષર કર્યા પછી શાળામાં દાખલ કરવામાં આવે છે.

ફી સ્વીકારવાના નિયમો

ધોરણ-8 માં દાખલ થતાં વિદ્યાર્થી પાસેથી રૂ. 15/- એનરોલમેન્ટ ફી લેવામાં આવે છે. જેની પહોંચ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ,ગાંધીનગર દ્વારા અર્પિત સેક્રેટરી વતી કરી શાળાના આચાર્યશ્રીની સહીથી આપવામાં આવે છે.

ધોરણ-10 માટે એસ.એસ.સી. બોર્ડની ફી નિયત સમયમાં ભરવામાં આવે છે.

અમારી શાળા ઉ.બુ. આશ્રમશાળા અને આદિવાસી  વિસ્તારમાં આવેલી હોવાથી બીજી અન્ય ફી લેવામાં આવતી નથી.

ફી ની માહિતી

માધ્યમિક
ધો.10  ફી - રૂ. 20/-
ધો.10  ફી - રૂ. 215/-
ધો. 08 ફી - રૂ. 15/- (એનરોલમેન્ટ ફી)

શાળાનો ગણવેશ

અમે બાળકોનો સંર્વાગી વિકાસ થાય અને દરેક બાળક સરખા ગણવેશમાં આવે તે બાબત ધ્યાનમાં રાખી શાળા તરફથી બાળકોને ગણવેશ આપવામાં આવે છે. આદિવાસી બાળકો આશ્રમશાળામાં રહી અભ્યાસ કરે છે. જેથી આશ્રમશાળા તરફથી બાળકોનો આધ્યાત્મિક,બૌધ્ધિક,સામાજિક વિકાસ થાય એ અમારું કર્તવ્ય છે.

  વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ
માધ્યમિક બ્લુ ચોકડી(ચેકસ )શર્ટ,નેવી બ્લુ પેન્ટ બ્લુચોકડી(ચેકસ)ટોપ,નેવી બ્લુ લેંઘો,ડાર્ક બ્લુ ઓઢણી


   
મુખ્ય પાનું | શાળા વિશે | સુવિધાઓ | અમારો સંપર્ક |

© www.ramkrupaubagarbada.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 2,468