શ્રી રામકૃપા ઉ.બુ.આશ્રમશાળા,ગરબાડા,દાહોદ
 

Shri Ramkrupa U.B.Aashram Shala | Default

મુખ્ય પાનું

આચાર્યશ્રીની સંદેશ

અમારી શાળા વિદ્યાનું, સંસ્કારનું એક મંદિર છે.અમારી શાળામાં શિક્ષણ,સંસ્કૃતિ,સંસ્કાર, ભાઈચારો, બંધુત્વભાવના,સમુહભાવના જેવા ગુણોનું સિંચન થાય છે. શાળામાં સાંસ્કૃતિક પ્રોગ્રામ, સહ અભ્યાસીક પ્રવૃતિઓ, પરીક્ષાનું આયોજન, ઉત્સવોની ઉજવણી, શૈક્ષણિક પ્રવૃતિઓ,પ્રવાસો વિગેરેનું આયોજન કરવામાં આવે છે. શાળામાં સહપરિવાર ભાવના જાગૃત થાય તે હેતુએ શાળાના ટ્રસ્ટી, આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ ભાઈ-બહેનો અને વાલીઓ વચ્ચે સેતુ સમાન છે.

શાળાનો પ્રવાહ ઉતર બુનિયાદી છે. પરંતુ હાલના વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં શૈક્ષણિક પધ્ધતિઓ, પ્રયુક્તિઓનો અદ્યતન ઉપયોગ શરૂ કરેલ છે. જેનું સંચાલન સર્વે સ્ટાફમિત્રો મળીને કરીએ છીએ.

શાળા આશ્રમશાળા હોવાથી બાળકોનો શારીરિક,સામાજીક બૌધ્ધિક શકિતનો વિકાસ થાય તેવું બાળકનું સંર્વાગી વિકાસ પગલું ભરવામાં આવી રહયું છે. બાળકો શિક્ષણની સાથે રમત-ગમત ,પ્રવાસ પર્યટન,સમૂહ ભોજન, સમુહ પ્રાર્થના વિગેરે પ્રવૃતિઓ કરવામાં આવે છે.

શાળાના બાળકો આદિવાસી વિસ્તારમાંથી આવતા હોય છે. અને તમામ બાળકોઅનુસુચિત જનજાતિનાં હોય છે. વિદ્યાર્થીઓને આશ્રમશાળામાંથી ગણવેશ,ભોજન, નાસ્તો, પાઠયપુસ્તકો, સાબુ,તેલ, વિગેરે આપવામાં આવે છે. જે શિષ્યવૃતિ ખર્ચ ખાતે ગ્રાન્ટમાંથી ખર્ચ પાડવામાં આવે છે.


   
મુખ્ય પાનું | શાળા વિશે | સુવિધાઓ | અમારો સંપર્ક |

© www.ramkrupaubagarbada.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 18,508