શ્રી રામકૃપા ઉ.બુ.આશ્રમશાળા,ગરબાડા,દાહોદ
 

Shri Ramkrupa U.B.Aashram Shala | Facility

સુવિધાઓ

દિવસ દરમ્યાનનું ભોજન

અમારી શાળા આશ્રમશાળા હોવાથી આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા સરકારી ગ્રાન્ટ આપવામાં આવે છે. દરેક વિદ્યાર્થીદીઠ આદિજાતિ ખાતું રૂ. 600/- દર માસે નિભાવ ગ્રાન્ટ શિષ્યવૃતિ પેઠે આપે છે. જેમાંથી દરેક બાળકોને પુરતા પ્રમાણમાં પૌષ્ટિક ખોરાક આપવામાં આવે છે. જયારથી આશ્રમશાળા શરૂ કરવામાં આવી ત્યારથી આશ્રમશાળામાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે. શાળામાં ભોજનાલય રસોડું,કોઠાર,પાણીધર વિગેરે બનાવેલ છે. દરેક શિક્ષકો આ ભોજનાલયમાં કોઠારની, જમવાની વ્યવસ્થા કરે છે. શાળામાં રસોયા મદદનીશ અને રસોડા નોકરની જગ્યાએ કર્મચારીઓ નિમણૂક પામેલ છે. તેઓ ભોજન બનાવવું,સામાન સાફ કરવું વિગેરે કાર્ય કરે છે. આશ્રમશાળામાં બાળકોને ગુણવતાયુકત ભોજન આપવામાં આવે છે. બાળકોના શારિરીક અને માનસિક વિકાસને ધ્યાનમાં રાખી રુચિયુકત ભોજન આપવામાં આવે છે.


   
મુખ્ય પાનું | શાળા વિશે | સુવિધાઓ | અમારો સંપર્ક |

© www.ramkrupaubagarbada.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 18,519