શ્રી રામકૃપા ઉ.બુ.આશ્રમશાળા,ગરબાડા,દાહોદ
 

Shri Ramkrupa U.B.Aashram Shala | Trustactivities

ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર

અમારી શાળા આદિજાતિ વિસ્તારમાં આવેલ છે. જેનું સંચાલન અમારું ટ્રસ્ટ શ્રી પંચમહાલ જિલ્લા ગ્રામ્ય વિકાસ પરિષદ ગરબાડા કરે છે. આ ટ્રસ્ટ ગ્રામ્ય વિસ્તારના આદિવાસી,પછાત, બક્ષી,મધ્યમવર્ગ, મજૂર કારીગર,ખેડૂત તેમજ ગરીબ વર્ગના તમામ લોકોને આર્થિક, સામાજિક, શૈક્ષણિક,વ્યવસાયીક ક્ષેત્રે કોઈપણ જાત-નાતના ભેદભાવ વગર પ્રગતિ અને વિકાસ થાય તે માટે કાર્યો કરે છે.

ટ્રસ્ટ દરેક જાતિ અને જુદા-જુદા વર્ગોના કલ્યાણ માટે પ્રવૃત્તિમય રહી વિદ્યાર્થીઓના કલ્યાણ માટે શાળાઓ, કોલેજો, તથા મહિલાઓ, વિધવા, અનાથ બાળકો માટે કલ્યાણ કેન્દ્રોની વ્યવસ્થા કરે છે.

ટ્રસ્ટનું કાર્યક્ષેત્ર દાહોદ-પંચમહાલ જિલ્લા પુરતુ રહેશે.ટ્રસ્ટ દ્વારા અન્ય પ્રાથમિક આશ્રમશાળાઓ, છાત્રાલયો વિગેરે ચલાવે છે. અને વિદ્યાર્થીઓના વિકાસ માટે હંમેશા પ્રવૃત રહે છે.


   
મુખ્ય પાનું | શાળા વિશે | સુવિધાઓ | અમારો સંપર્ક |

© www.ramkrupaubagarbada.com, All rights reserved. Powered by Expedite Solutions Pvt. Ltd. | Site Viewers : 2,471